મધ્ય પ્રદેશમાં ગજબની ઉથલપાથલ, સરકાર પર મોટું જોખમ!, કોંગ્રેસના અનેક MLA 'ગુમ'

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. એટલે કે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી.

મધ્ય પ્રદેશમાં ગજબની ઉથલપાથલ, સરકાર પર મોટું જોખમ!, કોંગ્રેસના અનેક MLA 'ગુમ'

ભોપાલ: મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. એટલે કે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી. ખુરશી બચાવવાની કોશિશ કરી રહેલા મુખ્યમંત્રી કમલનાથ એક એક વિધાયકને મનાવવાની કોશિશ કરી રહ્યાં છે પરંતુ લાગે છે કે વિધાયકો માનવાના મૂડમાં નથી. 

સમગ્ર મામલે અમિત શાહની નજરથી કમલનાથને ડર!
ગૃહમંત્રી અમિત શાહની સાથે શનિવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર  પ્રધાને અનેક દોરની બેઠકો કરી. ધર્મેન્દ્ર પ્રધાન પણ મધ્ય પ્રદેશથી જ રાજ્યસભાના સભ્ય છે. બીજી બાજુ કમલનાથ, દિગ્વિજય સિંહ સહિત રાજકીય મામલાની સમિતિએ ભોપાલમાં સીએમ આવાસ પર ડેમેજ કંટ્રોલને લઈને શનિવારે રાતે એક બેઠક કરી. કોંગ્રેસે લાપત્તા 4 ધારાસભ્યોમાંથી અપક્ષ સુરેન્દ્રસિંહ શેરાને સાધવાની ભરપૂર કોશિશ કરી છે.

સરકાર પડવાના ડરે વિક્ટિમ કાર્ડ રમી રહ્યાં છે કમલનાથ
અત્રે જણાવવાનું કે પોતાની સરકાર પડવાના ડરે કમલનાથ વિક્ટિમ કાર્ડ રમી રહ્યાં છે અને લોકોની સહાનુભૂતિ મેળવવાની સતત કોશિશ કરી રહ્યાં છે. તેમણે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો કે ભાજપ ધનના જોરે સરકાર પાડવા માંગે છે. જો કે હજુ સુધી તો કમલનાથ એમ જ કહેતા હતાં કે સરકારને કોઈ ખતરો નથી. પરંતુ હવે પત્રના માધ્યમથી તેમણે પોતાની ખુરશી જવાના દર્દને રજુ કર્યું છે. 

કલમનાથે તમામ કાર્યક્રમ રદ કર્યાં
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પોતાના તમામ કાર્યક્રમ રદ કરીને સરકાર બચાવવાની કોશિશમાં લાગ્યા છે. નોંધનીય છે કે કમલનાથ છીંદવાડાના પ્રવાસે જવાના હતાં. હાલ તેમણે આ પ્રવાસ રદ કર્યો છે અને ભોપાલમાં જ રહેવાનું નક્કી કર્યું છે. તેમણે પોતાના બે દિવસના તમામ કાર્યક્રમ રદ કર્યા છે. મુખ્યમંત્રી કમલનાથ સવારથી સાંજ સુધી બધાની સાથે બેઠકો કરી રહ્યાં છે. તેમણે પોતાના વિશ્વાસુ મંત્રીઓ વિજયલક્ષ્મી સાધો, જીતુ પટવારી, પીસી શર્મા, સુખદેવ પાંસે, તરણ ભનોટ, પ્રદીપ જયસ્વાલ, હર્ષ યાદવ સાથે મુલાકાત કરીને રાજ્યની બદલાતી રાજકીય પરિસ્થિતિઓ પર ચર્ચા કરી. 

આ VIDEO પણ ખાસ જુઓ...

જાણો કેમ પડી શકે છે કમલનાથની સરકાર?
મધ્ય પ્રદેશ વિધાનસભાની સ્થિતિ પર નજર ફેરવીએ તો કુલ 230 બેઠકોવાળી વિધાનસભામાં હાલ 228 ધારાસભ્યો છે. બે બેઠકો વિધાયકોના નિધનના કારણે ખાલી છે. કોંગ્રેસના 114 વિધાયક, ભાજપના 107, બીએસપીના બે ધારાસભ્યો, સમાજવાદી પાર્ટીનો એક અને ચાર અપક્ષ ધારાસભ્યો છે. બહુમતનો આંકડો 115નો છે. જો ભાજપ કોંગ્રેસના 15 ધારાસભ્યોને તોડે તો કમલનાથની સરકાર પડી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news